21 Feb अंतर्राष्ट्रीय मातृभाषा दिवस
अंतर्राष्ट्रीय मातृभाषा दिवस की आप सभी को हार्दिक शुभकामनाएँ।
आइए शिक्षा संस्कृति उत्थान न्यास के अभियान “अपना हस्ताक्षर अपनी भाषा में” से जुड़े और इस दिवस संकल्प लें कि हम अपना हस्ताक्षर अपनी मातृभाषा में ही करेंगे।
માતૃભાષા દિવસ
———-
આજે 21 ફેબ્રુઆરી એટલે વિશ્વમાતૃભાષા દિવસ!!
મને મારી ભાષા ગમે છે,
કારણ કે
મને મારી મા ગમે છે.
મને ગુજરાતી હોવાનો ગર્વ છે,
જય જય ગરવી ગુજરાત ,.........
આપ સર્વેને માતૃભાષા દિવસની
ખુબ ખુબ શુભેચ્છાઓ
અરદેશર અલી ખબરદાર કહે છે કે ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.’ આ અવિસ્મરણીય સુત્ર આપીને આપણી માતૃભાષાના રખેવાળોએ સુંદર કાર્ય કર્યું છે. મહાકવિ ઉમાશંકર જોશી કહે છે કે ‘સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી.’ તો ગુજરાતના પ્રાચીન આખ્યાનકાર પ્રેમાનંદે ગુજરાતી માતૃભાષાનું ગૌરવ નહિ સ્થપાય ત્યાં સુધી માથે પાઘડીનો ત્યાગ કરવાનો પડકાર ફેંક્યો. કવિ દલપતરામે કહ્યું કે ‘હું રૂડી ગુજરાતી વાણી રાણીનો હું વકીલ છું.’ તો વર્ષ 1868માં રેવરન ફાધર ટેલરના શબ્દો હતા કે ‘સંસ્કૃતની દીકરી ગુજરાતી, તને સદાકાળ આશીર્વાદ હજો, તારું સદાય કલ્યાણ થાજો.’
Comments
Post a Comment