8 March - Dada Punyatithi
પુણ્યતિથિ :(૮.૩.૨૦૧૬) વંદન
અમારા પૂજય પિતાશ્રી શાંતિભાઇ ભાડેસીયા જેમની સાથે તેમના જીવનના અંતિમ ૨૩ વર્ષો સાથે રહેવાનો લાભ મળ્યો . તેમજ જીદગીના અંતિમ દિવસો અને અંતિમ ક્ષણનો સાક્ષી રહેવા મળ્યું . પ્રણામ વંદન
પૂજય બાપુજી ના આત્મા એ આજની તારીખે ૬ વષઁ પહેલા અહીંથી વિદાય લીધી. એમનો સાલસ સ્વભાવ , મિતભાષી પણુ, પોતાના વિચાર વિશ્વ મા રત રહેવું અને સાદાઇ કાયમ માટે યાદ રહેશે. ભલે ટૂંકી બિમારી બાદ ચાલ્યા ગયા પરંતુ ક્યારેય વધુ તકલીફ થાય તોજ કહેવું એવો તેમનો સ્વભાવ હતો. મોટી ઉંમરે પણ અમારું માનીને પાન ખાવાનું છોડી દીધેલ. ૮૨ વષઁની ઉંમર સુધી સાયકલ ચલાવતા અને માર્કેટ માથી શાકભાજી લાવી આપતા. ખાવાના શોખીન અને એવા જ વહુ હોય પછી શું ખામી રહે. સંઘ કામ માટે પ્રવાસ મા વધુ બહાર જવાનું થાય તો પૂણિઁમાની બધી સલાહ અનુસાર દવા લે. જડેશવર મંદિર ના પગથિયાં ૮૪ વષેઁ પણ ચડી ગયેલા. ટીવી જોવાનો શોખ નહી પણ બા પાસેથી બધુ જાણી લે. સમાચાર બધા બરાબર વાંચે
૧૯૯૩ થી મિલમાંથી નિવૃત થયા બાદ મોરબી અમારી સાથે રહ્યા અને વાંકાનેર બાદ મોરબી તેમના માટે માનીતું સ્થાન બન્યું
એનજીયોપલાસટી અને છેલ્લી બિમારી વખતે હોસપીટલ મા સાથે રહેવાનો અને નાની એવી સેવા કરવાનો મોકો કુદરતે આપ્યો . તેમના સમય મા કરેલ મહેનત અને મિત્રો ના સંગાથ હજુ પણ લોકો વાગોળે છે. પ્રભુ ને પ્રાર્થના કે આવા પિતા સૌને આપે અને સૌને બનાવે. ૐ શાંતિ
Comments
Post a Comment