22 Jan जन्मदिन वीर दादा जशराज
22 જાન્યુઆરી
ગૌરક્ષા માટે
મિંઢોળબંધા વીરદાદા જશરાજે
શહીદી વહોરી વીરગતિ પામ્યા હતા"*
ભગવાન રામચંદ્રના આદેશથી તેમના ભ્રાતા ભરતે તે વખતના ગાંધાર પ્રદેશ પર શાસનકર્તા ને પરાસ્ત કરી પોતાનું શાસન સ્થાપી તક્ષશીલા અને કોંકણપુર નામક બે શહેર વસાવ્યા અને સ્વતંત્ર રઘુવંશી રાજ્યની સ્થાપના કરી. લોહારાણાઓનો ર્શોય, વીરતા અને મર્દાનગીભર્યો ઇતિહાસ છે. જ્યાં સુધી લોહારાણાઓનું રાજ્ય હતું ત્યાં સુધી વિદેશી આક્રમણકારો ભારત પર હુમલો કરવાની હિંમત કરી શક્યા નહોતા.
રઘુવંશી એટલે ગૌ,ભ્રાહ્મણ પ્રતિપાળ ઇતિહાસકાર કર્નલ રોડ લખે છે ભારતની પ્રાચીનતમ કોઇ જાતિ હોય તો તે લોહારાણા (લોહાણા) છે. જ્યારે કર્નલ જેમ્સ રોડએ પોતાની ઇતિહાસનોંધમાં લખ્યું છે કે, ભારતના પ્રાચીન સૂર્યવંશીઓ લોહારાણાઓ વીર, શુરવીર અને ગૌરવ સંપન્ન પ્રજા છે. માના ધાવણમાંથી હિન્દુત્વ માટે પ્રેરણા મળે છે. આથી લોહારાણા વીરદાદા જસરાજને વિવિધ પ્રદેશની પ્રજા પોતાના માની તેમની પૂજા, આરાધના, વંદના કરે છે.
પિતા વસુપાળ અને માતા રન્નાદેની કૂખે દાદા જસરાજનું અવતરણ થયું. પ્રાચીન સમયથી હિન્દુઓની સમૃધ્ધિ અને જાહોજલાલી ઉપર ઇસ્લામિક શાસકોની બૂરી નજર રહી છે. મહમદ ગઝનીના પુત્ર જલાલુદ્દીનને દાદા જશરાજના મામા હરપાળ ઠકરારે હરાવ્યો બાદમાં આ જલાલુદ્દીનના હુકમથી ફિરોઝખાને કાબુલની હદમાં છાવણી નાખી કપટ કરી હરપાળ ઠકરારને દગાથી મારી નાખ્યા. મામાની હત્યાથી દાદા જશરાજ અને તેમના બંધુ વચ્છરાજ ગુસ્સે ભરાયા અને અપંગ વચ્છરાજ અભૂતપૂર્વ વીરતાથી ફિરોઝખાન સામે લડયા અને વિષ પાયેલા ફાગાથી ફિરોઝખાનને મારી નાખી ધરતી પરનો ભાર હળવો કર્યો. આજ વીરપુરુષ વચ્છરાજ આજે વાછડાદાદા તરીકે સર્વત્ર પૂજાય છે.
દાદા જશરાજ સોળ વર્ષની વયે ગાદી પર બિરાજ્યા પણ તેમણે પોતાના રાજ્યને પ્રજાસત્તાક રાજ્ય જાહેર કર્યું ત્યારથી લોહર ચોવીસીનો કાળ આરંભાયો.દાદા જશરાજના ૨૪ વર્ષની વયે ઉનડકોટના રાજા રઘુપાલની પુત્રી સૂર્યકુમારી સાથે વસંતપંચમીના રોજ લગ્ન નિર્ધારિત થયા પણ આરબો, ઇરાનીઓ, તાર્તરો અને ગીઝનીઓએ કાવતરું રચ્યું. ગાયો લૂંટી દાદા જશરાજ લગ્ન મંડપમાંથી ગાયો બચાવવા દોડયા દુશ્મન સૈનિકોની લોથો ઢળવા માંડી. આ કાળો કેર જોઇ શત્રુઓએ દગો કર્યો. એક યોધ્ધાને લોહર સૈનિકનો વેશ પહેરાવ્યો અને એ સૈનિકે દાદા પર સાંગનો વાર કર્યો. મસ્તક કપાયું પણ ધડ બબ્બે દિવસ લડતું રહ્યું. એ દિવસથી લોહારાણાઓએ પ્રતિજ્ઞા કરી કે હવેથી લગ્નસમયે પ્રત્યેક લોહારાણા યુવાન સફેદ પાઘડી પહેરશે અને તેના પર કંકું છાંટશે. *જ્યારે લોહારાણીઓ સફેદ પાનેતર પહેરશે.આજે પણ આ પરંપરા ચાલું છે.सादर वंदन. सादर नमन🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏*
Comments
Post a Comment